Friday, October 10, 2014

હાલમા ધો-5મા ભણતા વિદ્યાર્થીઓ માટે નવોદય વિદ્યાલયની પરીક્ષા જોગ.

હાલમા ધો-5મા ભણતા વિદ્યાર્થીઓ માટે નવોદય વિદ્યાલયની પરીક્ષા જોગ.

 જવાહર નવોદય વિદ્યાલય એ કેન્દ્ર સરકારની છાત્રાવાસ સાથેની CBSE કૉર્સ ભણાવતી શાળા છે. આ શાળામા ધો-6થી ધો-12 સુધીના વર્ગો હોય છે. કેન્દ્ર સરકારે દરેક જિલ્લામા આવી એક શાળા શરૂ કરેલી છે. અહી રહેવા-જમવાનુ, ગણવેશ,પાથ્યપુસ્તકો,નોટો, ભણવાનુ તેમ જ બીજી તમામ સુવિધાઓ ફ્રી હોય છે. ધો-6થી તેમા પ્રવેશ આપવામા આવે છે. આ માટે એક પ્રવેશ પરીક્ષા લેવામા આવે છે. પ્રવેશ પરીક્ષા પાસ કરનારને જ પ્રવેશ મળે છે. આ માટે બાળક પાંચમા ધોરણમા હોય ત્યારે જ પ્રવેશ પરીક્ષામા બેસવા માટેનુ ફોર્મ ભરવાનુ હોય છે. ચાલુ વરસ માટેના પ્રવેશ ફોર્મ બહાર પડી ગયા છે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30-10-2014  છે. પ્રવેશ પરીક્ષા માટેના ફોર્મ સહિતની માહિતી પુસ્તિકા દરેક તાલુકા પંચાયતમા આવેલ શિક્ષણ વિભાગની તાલુકા કેળવણી નિરીક્ષકના કાર્યાલયમાથી વિના મૂલ્યે મળી શકશે. પ્રવેશ પરીક્ષા જે તે તાલુકા મથકે 7 ફેબ્રુઆરી 2015ના રોજ લેવામા આવશે. પરીક્ષા પાસ કરનારને જૂન 2015થી ધોરણ 6થી પ્રવેશ આપવામા આવશે. 
  મિત્રો, આ પોસ્ટ આપને ગમી હોય તો આપ તેમજ આપના મિત્રમંડળ,સગાસમ્બન્ધીઓને જણાવશો. તેમ જ આ પોસ્ટ share કરશો તેવી નમ્ર વિનંતિ છે. વધુ માહિતિ માટે www.navodaya.nic.in તેમ જ પ્રવેશ ફોર્મ ડાઉનલોડ કરવા માટે www.nvsropune.gov.in ઉપર તપાસ કરશો. 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Census 2010

Welcome

Website counter

Followers

Blog Archive

Contributors